<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

આતંકીઓને ઠાર મારો : ગુજરાતના ત્રણેય મૃતકોના પરિવારનો આક્રોશ

વી.આઇ.પી. માટે જે સર્વીસ છે તે આમ જનતા માટે કેમ નહીં ? સુરતના શૈલેષ કળથિયાના પત્‍નિએ સી.આર. પાટીલ પાસે ન્‍યાય માંગ્‍યો

અમદાવાદ, તા. ર૪ : ગત ૨૨ એપ્રિલે જમ્‍મુ-કાશ્‍મીરના પહલગામમાં થયેલાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી યુવક સહિત ૨૮થી વધુ પ્રવાસીઓના મોત થયા હતા. ગઈકાલે સાંજે ભાવનગરના બે પિતા-પુત્ર અને મૂળ સુરતના યુવકના મળતદેહ તેમના ઘરે પહોંચ્‍યા હતા. આ પછી આજે વહેલી સવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. ત્‍યારે સમગ્ર વિસ્‍તારમાં ગમગીની અને ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. મહત્ત્વનું છે કે, ગઈકાલે સાંજે ભાવનગરના પિતા-પુત્રના મળતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયા ત્‍યારે શહીદ જવાન જેવું સન્‍માન આપવામાં આવ્‍યું હતું.

મળતી માહિતી મુજબ, પહેલગામમા થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા, ભાવનગરના પિતા-પુત્ર સુધીર પરમાર અને સ્‍મિત પરમારનું મોત થયું હતું. આ પછી ગઈકાલે તેમના મળતદેહ હવાઈ માર્ગે લાવવામાં આવ્‍યા હતા. ત્રણેય મળતકોના મળતદેહને શહીદ જેવું સન્‍માન એરપોર્ટ ખાતે આપવામાં આવ્‍યું હતું.

આજે સવારે સુરતના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રા પહેલાં જ્‍યારે મળતદેહ ઘરે લાવવામાં આવ્‍યો ત્‍યારે પરિજનોના હૈયાફાટ રુદનથી ગમગીન માહોલ સર્જાયો હતો. મળતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં ગળહરાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ સહિત, રાજકીય આગેવાનો અને આસપાસના વિસ્‍તારના લોકો જોડાયા હતા.

તો આજે ભાવનગર ખાતે પિતા-પુત્ર સુધીર પરમાર અને સ્‍મિત પરમારના મળતદેહ તેમના નિવાસ સ્‍થાને લાવવામાં આવ્‍યા હતા. આ દરમિયાન કરુણ દૃશ્‍યો સર્જાયા હતા. આ ઉપરાંત પરિજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની પ્રસરી ગઈ હતી. બંને પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ પણ હાજર રહેશે.

પહેલાગામ હુમાલામાં આતંકીઓએ ૨૨ એપ્રિલે અંધાધૂધ ગોળીબાર કરીને હુમલો કરતા ૨૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્‍યા. જેમાં ગુજરાતના ૩ લોકોનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર યતીશ પરમાર અને સ્‍મિત પરમાર અને સુરતના શૈલેષ કળથિયાને આતંકીઓએ ગોળી મારી દેતા તેમનું મોત નીપજ્‍યું હતું. તેમના મળતદેહને આજે  માદરે વતન લાવવામાં આવ્‍યા હતા. આજે ત્રણેય મળતકોની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર રાજ્‍યમાં માતમનો માહોલ જોવા મળ્‍યો હતો. ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગળહમંત્રી હર્ષ સંઘવી અને કેન્‍દ્રીય મંત્રી સી.આર.પાટીલ અંતિમયાત્રામાં જોડાયા હતા અને પરિવારને સાંત્‍વના પાઠવી હતી.

ભાવનગરના પિતા-પુત્રના મળતદેહ અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્‍યા હતા અને અહીંથી ભાવનગર લઈ જવામાં આવ્‍યા હતા. મળતદેહને જોતા જ મળતક યતીશભાઈ પરમારના પત્‍ની અને મળતક સ્‍મિત પરમારના માતા કાજલબેને હૈયાફાટ રૂદન કર્યું હતું. પિતા-પુત્રની અંતિમ યાત્રામાં મુખ્‍ય પ્રધાન ભુપેન્‍દ્ર પટેલ પણ સામેલ થયા હતા. કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી નિમુબેન બાંભણિયા, પヘમિના ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સહિત અધિકારીઓ પણ સામેલ થયા હતા.

મળતક શૈલેષ કળથિયાના પત્‍નીએ સાંસદ સી આર પાટીલ સમક્ષ વ્‍યથા ઠાલવી હતી અને ન્‍યાયની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, આટલા ટુરિસ્‍ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્‍પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખીને ફરવા ગયા હતા એજ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. વીઆઈપી માટે જે સર્વિસ છે તે આ લોકો માટે કેમ નથી. આર્મી કેમ્‍પમાં કહેતી હતી કે ઉપર અનેક લોકો ઈજાગ્રસ્‍ત છે છતાં સમયસર કોઈ મદદ કરી નહોતી. ઉપર આટલી મોટી ઘટના બની તો નીચે આર્મીને ખબર કેમ ન પડી? (૯.૧૧)

(11:36 AM IST)