News of Thursday, 24th April 2025
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વિટર એકાઉન્ટ હેક : સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ
અજાણ્યા શખ્સોએ ટ્વિટર (X) એકાઉન્ટ હેક કરીને ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો : સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તપાસ શરૂ

અમદાવાદ: ગુજરાતના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વિટર (X) એકાઉન્ટ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હેક કરવામાં આવ્યું છે. મંત્રી વિશ્વકર્માએ એક અખબારી યાદીમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમુક શખ્સોએ તેમના ટ્વિટર એકાઉન્ટને હેક કરીને નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
આ ઘટના અંગે રાજ્યના સાયબર ક્રાઇમ વિભાગમાં ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ નિષ્ણાતો હાલમાં આ કેસની તપાસ કરી રહ્યા છે અને હેકર્સને ટ્રેક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મંત્રી વિશ્વકર્માએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ વિભાગ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ હેકર્સને પકડી લેશે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
