<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

બગોદરા હાઇવેને સ્વચ્છ બનાવવા રાજ્ય માનવ અધિકાર આયોગની કડક સૂચના : એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવા આદેશ

હાઇવે પર કચરા અને ગંદકીની સુઓ મોટો કોગ્નિજન્સ બાદ આયોગે સ્થાનિક સત્તામંડળોને નિર્દેશ આપ્યો : કલેક્ટર કક્ષાની બેઠકમાં એક્શન પ્લાન રજૂ : નિયમિત સફાઈની ખાતરી

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે બગોદરા હાઇવે પર કચરા અને ગંદકીની સમસ્યાને ગંભીરતાથી લઈને સ્થાનિક સત્તામંડળોને તાત્કાલિક અસરથી એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપી છે. આયોગને થોડા સમય પહેલાં બગોદરા હાઇવે પાસે કચરા-ગંદકીની બાબતે સુઓ મોટો કોગ્નિજન્સ ધ્યાને આવી હતી, જેના સંદર્ભે સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિક સંબંધિત સત્તામંડળોને નિર્દેશ કરતો હુકમ બહાર પાડવામાં આવ્યો હતો.

આ સૂચનોના અનુસંધાનમાં કલેક્ટર કક્ષાએ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બગોદરા હાઇવે ઉપર કચરાની ગંદકી દૂર કરવા બાબતે એક વિસ્તૃત એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્લાન મુજબ તમામ સ્થાનિક સત્તામંડળોને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત, સ્વચ્છતાની બાબતને વધુ ગંભીરતાથી લઈને આગામી સમયમાં નિયમિત અને સઘન કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી છે. સ્થાનિક સત્તામંડળો દ્વારા બગોદરા હાઇવે નિયમિત પણે સ્વચ્છ થશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. ભવિષ્યમાં ગંદકીને લઈને કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં નહીં આવે તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવશે તેમ આયોગની યાદીમાં વધુમાં જણાવાયું હતું. આ પગલાંથી બગોદરા હાઇવે પર સ્વચ્છતા જળવાઈ રહેશે તેવી આશા સેવાઈ રહી છે.

 

(3:00 PM IST)