<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પોરબંદરમાં લોકલ ઇન્ટેલિજન્સ બ્યૂરો માં ફરજ બજાવતા વર્ષ ૨૦૧૦ની બેચના PSI બેન્ઝામીન પરમાર વિરુદ્ધ ભાવનગરમાં ગંભીર બળાત્કારનો ગુનો નોંધાતા પોલીસ બેડામાં સનસનાટી ફેલાઈ છે. અગાઉ ભાવનગરમાં પણ ફરજ બજાવી ચૂકેલા આ PSI સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે પરમારે પોતે અપરણિત હોવાની ખોટી જાણકારી આપીને તેમની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે PSI બેન્ઝામીન પરમારે યુવતી સાથેના અંગત પળોના વીડિયો વાયરલ કર્યા, ત્યારે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ભાવનગર પોલીસે તત્કાળ પગલાં લઈ પોરબંદરથી PSI બેન્ઝામીન પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. (પરેશ પારેખ દ્વારા, પોરબંદર)10:38 PM IST

.6:03 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST