તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Thursday, 24th April 2025
સોલા સિવીલ હોસ્પિટલમાં નરહરિ અમીનની રૂપિયા ૭૦ લાખ ગ્રાન્ટઃ બે મશીન મુકાશે
આંખ અને હાડકાના દર્દની સારવારમાં ઉપયોગી

રાજકોટ તા.ર૪: અમદાવાદની સોલા સિવીલમાં રાજયસભાના સાંસદની મદદથી આંખ અને હાડકાના રોગોની સારવાર માટે રૂા.૭૦ લાખની કિંમતના બે અદ્યતન મશીન ઉપલબ્ધ થયા છે. વિસ્તારના દર્દીઓ સારવાર માટે આવે છે. અકસ્માતે ઇજાના કિસ્સામાં પણ આ વિસ્તારોમાં દર્દીને સોલા સિવીલમાં આવે છે ત્યારે હોસ્પિટલમાં રાજયસભાના સાંસદ નરહરી અમીનના બજેટ માંથી રૂા.૭૦ લાખના બે અદ્યતન મશીન ઉપલબ્ધ થશે. આ બે મશીનમાં આંખની સારવાર માટે રૂા.૩પ લાખની કિંમતનું અત્યાધુનીક ગ્રીન લેસર મશીનને આંખના વિભાગના ઓપરેશન થીયેટરમાં તેમજ હાંડકાની સારવાર અને સર્જરીમાં ઉપયોગી ૩પ લાખની કિંમતનું સી-આર્મ મશીન ઓર્થોપેડીક ઓપરેશન થીયેટરમાં મુકાયા. (૩પ.ર૬)
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
