News of Thursday, 24th April 2025
સરહદ, દરિયા, દ્વારકા હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈપણ પરિસ્થિતિનો મુકાબલો કરવા પોલીસ સજ્જ
૨૬ નો ભોગ લેનાર આતંકી ઘટના : સેન્ટ્રલ ib ની ઇનપુટ આધારે ગુજરાત પોલીસ ફુલ એકશન મોડમાં..ભારે ધમધમાટ : સૌરાષ્ટ્રના દરિયા કિનારે વિસ્ફોટક આર ડી.એક્સ, મોરબી વાંકાનેરમાં એક યુગમાં થયેલ બોમ્બ વિસ્ફોટ વિગેરે બાબત ધ્યાને રાખી રેન્જ વડા અશોક યાદવના આદેશ પગલે, નિતેશ પાંડે, પ્રેમસુખ ડેલું સહિતના જિલ્લા પોલીસ વડા એલર્ટ : જૂનાગઢ રેન્જ વડા સાથે ચર્ચા બાદ ગીર સોમનાથ એસપી દ્વારા પોલીસને એલર્ટ મોડમાં મૂકી : BSF સાથે સંકલન... સરહદી વિસ્તારોનું પેટ્રોલિંગ ચુસ્ત..દેશ દ્રોહી હોવાની આશંકા છે તેવા તત્વો આસપાસ જાળ, સુરત રેન્જ વડા પ્રેમવીર સિંહ દ્વારા સાપુતારામા પ્રવાસીઓની સુરક્ષા માટે કવાયત

રાજકોટ, તા.,૨૪ : જમ્મુ કાશ્મીરના પહેલગાઉની બૈસરન ખીણમાં આતંકવાદીઓ દ્વારા ક્રૂરતાપૂર્વકના નરસંહારમાં ૨૬ જેટલા પ્રવાસીઓની હત્યા પગલે સેન્ટ્રલ આઈ.બી.ની ઇનપુટ આધારે દેશના અન્ય ભાગો સહિત ગુજરાતને હાઈ એલર્ટ પર મૂકી દેવાયું છે. ખાસ કરી જ્યાં દેશભરમાંથી દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ વધુ આ આવતા હોય આ છે તેવા સ્થળે વિશેષ કાળજી પોલીસ કમિશનર, રેન્જ ig અનેણુ જીલ્લા પોલીસ વડાઓ દ્વારા લેવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ બોર્ડરની વિશાળ સરહદ ધ્યાને રાખી રેન્જ વડા ચિરાગ કોરડીયા દ્વારા bsf સાથે સંકલન રાખી સરહદ પાર કરી કોઇ આતંકવાદી તત્વો ઘૂસણખોરી ન કરે તે માટે જીલ્લા પોલીસ વડાઓને માર્ગદર્શન આપી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવાનું સૂત્રો જણાવે છે.
સૌરાષ્ટ્ના વિશાળ સાગર સુરક્ષા અંતગત ભૂતકાળમાં જે રીતે આર ડી એક્સ ઉતારવામાં આવેલ ત્યારબાદ સાગર સુરક્ષા માટે લોકોને જાગળત કરી જે યોજના બનાવી છે તે યોજના હાલના સંજોગોમાં ફૂલપ્રૂફ અમલી બને, કોસ્ટ ગાર્ડ , સ્ટેટ ib સાથે સંકલનમાં રહી જરૂરી પગલા ભરવા રાજકોટ રેન્જ ig અશોક કુમાર યાદવ સાથે મહત્વની ચર્ચા બાદ દ્વારકા એસપી નિતેશ પાંડે, જામનગર એસપી પ્રેમસુખ ડેલું, મોરબી એસપી સહિતના જીલ્લા પોલીસ વડાઓ દ્વારકા, બેટ દ્વારકા, સુદર્શન બ્રિજ વિગેરે સુરક્ષા સાથે નિર્જન ટાપુ વિગેરે સ્થળોનું પૂર જોશમાં ચેકીંગ, પેટ્રોલિંગ શરૂ કર્યું છે. આજ રીતે જૂનાગઢ રેન્જ વડા નિલેશ જાજડીયાએ પણ દરિયા સાથે પ્રવાસીઓની સુરક્ષા માટે આદેશ આપ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા પ્રવાસીઓ ઊમટી પડતા હોવાથી અને દેશ-વિદેશના પ્રવાસીઓ વડોદરા દ્વારા જતા હોવાથી, ગેરકાયદે હથિયારો સાથે પકડાયેલ અને દુશ્મન દેશના સ્લીપર સેલ સાથે સંકળાયા હોવાની આશંકા હોય તેવા લોકો પર બાજ નજર રાખવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર સાથે રેન્જ વડા સંદીપસિંહ દ્વારા નર્મદા પોલીસ વડા સહિત સંબંધક જિલ્લા પોલીસવડાને ઘટના બાદ તુર્ત આદેશ આપવામા આવ્યા છે.
સુરતમાં ભૂતકાળમાં બોમ્બ વિસ્ફોટ, રેઢા મળેલ બોમ્બ, ચોક્કસ તત્વોની ભૂમિકા વિગર ધ્યાને રાખી ib અનુભવ આધારે અનુપમસિહ ગેહલોત દ્વાર જુનું રેકોર્ડનો અભ્યાસ કરી એલર્ટ રહેવા તમામ ડીડીપીઓ એને જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસ્ત સહિત તમામ સેકટરવડાઓને સૂચના આપી હોવાનું સૂત્રો જણાવે છે.
અમદાવાદ, રાજકોટ સીપી દ્વારા પણ પોલીસને એલર્ટ રહેવા આદેશ અપાયા છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
