<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ગોળી મારીને આતંકી હસતો હતો, જ્‍યાં સુધી જીવ ના ગયો ત્‍યાં સુધી તે ત્‍યાં જ ઉભો રહ્યો

સુરતના મૃતકની પત્‍નીની આપવીતી

સુરત,તા.૨૪: કાશ્‍મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આંતકવાદી હુમલામાં મૂળ સુરતના કળથીયા પરિવારના ચાર સભ્‍યો પૈકી મોભી એવા ૪૪ વર્ષીય શૈલેશ કળથીયાને ગોળી વાગતા મોત થયું છે. જ્‍યારે તેમની પત્‍ની સહિત પરિવારનો બચાવ થયો છે. મળતક શૈલેષભાઈનો મળતદેહ તેમના ઘરે પહોંચી ગયો છે. ત્‍યારે તેમના પત્‍નીએ પોતાની વ્‍યથા ઠાલવી હતી. તેમણે મીડિયા સામે જણાવ્‍યું કે, આતંકી પતિને ગોળી મારીને હસતો હતો. જ્‍યાં સુધી જીવ ના ગયો ત્‍યાં સુધી તે ત્‍યાં જ ઉભો રહ્યો હતો.

તેમણે જણાવ્‍યું છે કે, આતંકવાદી સામે આવીને ગોળી મારી દે છે તો આપણી સરકાર શું કરે છે? અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ આતંકી. જ્‍યાં સુધી જીવ ના ગયો ત્‍યાં સુધી તે ત્‍યાં જ ઉભો હતો.

આ સાથે તેમણે જણાવ્‍યુ કે, તેણે પહેલા હિંદુ અને પુરુષોને અલગ કર્યા. મુસલમાનોને કાંઈ ન કર્યું, જેટલા હિંદુ પુરુષો હતા તેમને ગોળી મારી દીધી. બધાને નાના-નાના છોકરા હતા. એ ત્‍યાં જ ઉભો હતો જ્‍યાં સુધી જીવ ન ગયો ત્‍યાં સુધી હસતો હતો.

નોંધનીય છે કે, મળતક પ્રવાસીઓમાં સુરતના શૈલેષભાઈ હિમતભાઈ કળથીયા અને ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર તેમજ સ્‍મિતભાઈ યતીશભાઈ પરમારનો સમાવેશ થાય છે. જ્‍યારે ઈજાગ્રસ્‍ત પ્રવાસીઓમાં ડાભી વિનોદભાઈ જેઓ GMC, અનંતનાગ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્‍થિતિ હાલ સામાન્‍ય છે

(3:37 PM IST)