<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલ સુરતના શૈલેષભાઇ કળથીયાની અંતિમયાત્રા નિકળીઃ પરિજનોનું હૈયાફાટ રૂદનઃ શોકની કાલીમા

સુરત તા.૨૪: જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલામાં ૩ ગુજરાતી સહિત ૨૬ લોકોના મોત નીપજ્‍યા હતા. ત્રણેય ગુજરાતીઓના મળતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મળતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે. પત્‍નીએ વિલાપ કરતા સરકાર અને સિકયુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્‍યા હતા. મળતક શૈલેષભાઈની સ્‍મશાન યાત્રામાં લોકો સ્‍વયંભૂ રીતે જોડાયા હતાં. મોટી સંખ્‍યામાં શૈલેષભાઈની સ્‍મશાન યાત્રા માટો વરાછા વિસ્‍તારમાંથી નીકળી હતી. જેમાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ હતી. શોકની કાલિમા છવાઈ ગઈ હતી. આતંકવાદીઓ પ્રત્‍યે લોકોમાં રોષની જ્‍વાળાઓ જોઈ શકાતી હતી. આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિર્દોષોના મોત કયાં સુધી થશે તેવા સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે. સુરક્ષા એજન્‍સી અને આર્મી સહિતની મેડિકલ સુવિધા ત્‍યાં નહોતી તે અંગે પણ પ્રશ્નો ઉભા કરવામાં આવ્‍યાં હતાં.(૨.૯)

(3:45 PM IST)