News of Thursday, 24th April 2025
વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં ફરી તેજી તરફ આગેકૂચ : જાણો દિલ્હી અને અમદાવાદમાં શું રહ્યા લેટેસ્ટ ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 47.16 ડોલર એટલે કે 1.43 ટકા વધી 3,335.50 ડોલર થયો:ચાંદીનો ભાવ 0.48 ટકા ગગડી ઔંસદીઠ 33.42 ડોલર રહ્યો

અમદાવાદ : સ્ટોકિસ્ટ્સ અને જ્વેલર્સ દ્વારા વ્યાપક ખરીદી કરવામાં આવતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 99,400 થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 200 ઉછળી રૂપિયા 98,900 થયા છે.
US ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપરને લઈ જે મડાગાંઠ સર્જાઈ છે તે આગળ જળવાઈ રહે તેવી શક્યતા છે તેવા સંકેત આપતા સોનામાં ફરી તેજી જોવા મળી છે. દરમિયાન દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 700 ઉછળી રૂપિયા 99,900 થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 47.16 ડોલર એટલે કે 1.43 ટકા વધી 3,335.50 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો ભાવ 0.48 ટકા ગગડી ઔંસદીઠ 33.42 ડોલર રહ્યો છે.
અમદાવાદ ખાતે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. અમદાવાદ શુદ્ધ સોનુ રૂપિયા 99,000 અને અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ રૂપિયા 98,700 રહ્યા તા. જ્યારે અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 98,000 રહ્યા છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
