તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 24th April 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો: જાણો ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?
ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 5,479.28 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 5,479.28 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય હારીજમાં 641 રૂ., થરા(શિહોરી) 640 રૂ., સિદ્ધપુરમાં 635 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 671 રૂ. અને નીચો ભાવ 450 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,479.28 ટન ઘઉંની આવક થઇ છે.




(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
