News of Thursday, 24th April 2025
રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1371 રૂપિયા બોલાયો :જાણો અન્ય 26 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 854 ટન મગફળીની આવક થઇ: જાણો ક્યાં યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 854 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમા 1371 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1042 રૂ. અને નીચો ભાવ 850 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1365 રૂ., હિંમતનગરમાં 1201 રૂ., કાલાવડમાં 1100 રૂ., જેતપુરમાં 1080 રૂ., વેરાવળમાં 1063 રૂ., જૂનાગઢમાં 1035 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 854 ટન મગફળીની આવક થઇ છે.


(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
