News of Thursday, 24th April 2025
ગાંધીનગર જિલ્લાના 173 પ્રવાસીઓ હાલ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા: તમામ નાગરિકો સુરક્ષિત
દહેગામના 52, કલોલના 107 અને ગાંધીનગરના 14 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા: પરત લાવવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવા તજવીજ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત તંત્રને કયા જિલ્લાના કેટલા પ્રવાસીઓ કાશ્મીરમાં છે તેની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગાંધીનગર જિલ્લાના 173 પ્રવાસીઓ હાલ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે. આ તમામ નાગરિકો સુરક્ષિત હોવાની વિગતો મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્રને જિલ્લાના 173 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હોવાની વિગતો મળી છે. જેમાં દહેગામના 52, કલોલના 107 અને ગાંધીનગરના 14 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હોવાની વિગતો તંત્રને મળી છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાની વિગતો પણ તંત્રને પ્રાપ્ત થઈ છે. આ તમામ પ્રવાસીઓ સુરક્ષિત રીતે પરત ફરે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.
ગાંધીનગર તાલુકાના 14 પ્રવાસીઓ,કલોલ તાલુકાના 107 પ્રવાસીઓ,દહેગામ તાલુકાના 52 પ્રવાસીઓ,173 લોકો ટૂંક સમયમાં ગુજરાત પરત ફરશે
બીજી તરફ વડોદરાના 23 પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા હતાં. આ તમામ પ્રવાસીઓને આજે કાશ્મીરથી સ્વરાજ એક્સપ્રેસ મારફતે વડોદરા રવાના કરાશે. 25 અપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ટ્રેન જમ્મુથી ઉપડશે. 26 તારીખે 11 વાગ્યા સુધી યાત્રીઓ વડોદરા આવી પહોંચશે. રાજ્યના અનેક પ્રવાસીઓ હજી કાશ્મીરમાં ફસાયેલા છે. તેમને પરત લાવવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
