તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 24th April 2025
ગુજરાતના વિકાસમાં અમેરિકાની ભાગીદારી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમેરિકાના કોન્સ્યુલ જનરલ માઈક હેન્કી વચ્ચે શુભેચ્છા મુલાકાત
ગ્રીન હાઇડ્રોજન, ફાર્મા અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની સંભાવનાઓ અંગે ચર્ચા : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં સહયોગની ભૂમિકાની સમીક્ષા

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમેરિકાના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. આ ઉપરાંત તેમણે ફાર્મા, સેમિકન્ડક્ટર, રિન્યૂએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓની પણ ચર્ચા કરી હતી.
કોન્સ્યુલ જનરલ માઈક હેન્કીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં અમેરિકાની ભાગીદારી અને પરસ્પર સહયોગના મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતના વિકાસમાં અમેરિકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસમાં અમેરિકાના સહયોગને આવકાર્યો હતો.
આ શુભેચ્છા મુલાકાતમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, સચિવ અવંતિકા સિંઘ તથા ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત અને અમેરિકા વચ્ચેના આર્થિક અને ઔદ્યોગિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
