News of Thursday, 24th April 2025
પહેલગામ હુમલા બાદ ગુજરાત સરકારની ત્વરિત કાર્યવાહી : ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા હવાઈ અને ટ્રેનની વ્યવસ્થા
ઈજાગ્રસ્ત પ્રવાસીને તાત્કાલિક એરલિફ્ટ કરાયા : શ્રીનગર અને જમ્મુથી 33 પ્રવાસીઓ આજે અને કાલે અમદાવાદ - વડોદરા પરત ફરશે

ગાંધીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પ્રભાવિત થયેલા ગુજરાતના પ્રવાસીઓને તાત્કાલિક પરત લાવવા માટે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે સતત સંકલન કરીને ફસાયેલા પ્રવાસીઓની માહિતી મેળવવામાં આવી હતી અને તેમને સુરક્ષિત રીતે પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હુમલાની જાણ થતાં જ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જમ્મુ-કાશ્મીરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનો ટેલિફોનિક સંપર્ક કરીને તાત્કાલિક માહિતી મેળવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભાવનગરના વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભીને જીએમસી હોસ્પિટલ, અનંતનાગ ખાતેથી શ્રીનગર, દિલ્હી થઈને અમદાવાદ સુધી હવાઈ માર્ગે પરત લાવવા માટે જરૂરી તમામ વ્યવસ્થા તુરંત જ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે સ્થાનિક જિલ્લા તંત્ર અને જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને જમ્મુ-કાશ્મીરમાં અટવાયેલા અંદાજે 200 પ્રવાસીઓની યાદી મેળવી હતી. સેન્ટર દ્વારા વ્યક્તિગત સંપર્ક કરતા જમ્મુથી કુલ 24 પ્રવાસીઓએ અને શ્રીનગરથી કુલ 9 પ્રવાસીઓએ વતન પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે અનુસંધાને, આજરોજ શ્રીનગરથી આ 9 પ્રવાસીઓ માટે દિલ્હી અને દિલ્હીથી અમદાવાદની હવાઈ મુસાફરીની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ તમામ મુસાફરો શ્રીનગરથી તારીખ: ૨૪/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રે ૮:૧૫ કલાકે ફ્લાઈટ મારફત રવાના થયા છે અને તેઓ તારીખ: ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૬:૧૫ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. હવાઈ માર્ગે પરત આવનાર ૯ પ્રવાસીઓની વિગત નીચે મુજબ છે:
(૧) શ્રી નિરવ રમેશભાઈ આચાર્ય (મો. નં. ૭૨૦૮૮૯૨૮૮૯)
(૨) સુશ્રી કાજલબેન નિરવભાઈ આચાર્ય
(૩) શ્રી જ્ઞાનેશ નિરવભાઈ આચાર્ય
(૪) શ્રી તીર્થ નિરવભાઈ આચાર્ય
(૫) સુશ્રી શોભાબેન ભરતભાઈ સઘરાજકા
(૬) સુશ્રી ભગવતીબેન રમેશચંદ્ર ખોખર (મો. નં. ૯૮૨૪૮૭૧૮૫૪)
(૭) સુશ્રી ધર્મિષ્ઠાબેન બકુલભાઈ રાગાણી
(૮) સુશ્રી જયોતીબેન કાલુભાઈ બરાડ
(૯) સુશ્રી હર્ષાબેન બી. કનાડા
વધુમાં, રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લાના કુલ 20 યાત્રિકો માટે જમ્મુ ખાતેથી વડોદરા ટ્રેન મારફત પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ અમદાવાદના 3 અને વડોદરાના 1 એમ કુલ 4 પ્રવાસીઓને રાજ્ય સરકારના ખર્ચે તારીખ: ૨૫/૦૪/૨૦૨૫ ના રોજની સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફત પરત લાવવામાં આવશે. આ પ્રવાસીઓ તારીખ: ૨૬/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૨૫ કલાકે વડોદરા ખાતે પહોંચશે. સ્વરાજ એક્સપ્રેસ મારફત આવનાર ૪ પ્રવાસીઓની વિગત નીચે મુજબ છે:
(૧) શ્રી અશોકભાઈ જટાશંકર વ્યાસ (મો. નં. ૯૩૭૭૮૩૮૩૨૨)
(૨) સુશ્રી હેમાલીબેન અશોકભાઈ વ્યાસ
(૩) સુશ્રી મંજુલાબેન ધિરેન્દ્રભાઈ વ્યાસ
(૪) સુશ્રી ભારતીબેન જયંતિલાલ વ્યાસ
આમ, રાજ્ય સરકારે પહેલગામ હુમલામાં પ્રભાવિત થયેલા અને ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લીધા છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
