<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ONGC કંપનીમાં નોકરી અપાવાની લાલચ આપીને 45 લોકો સાથે ઠગાઇ કરી: ગૌતમ સોલંકી ઝડપાયો

ONGCના નકલી ઓફર લેટર, પગાર સ્લીપ, આઈકાર્ડ અને ગેટ પાસ બનાવી આપી નોકરીના ખોટા વાયદા કરતો હતો પ્રતિ વ્યક્તિ રૂ. 40,000 લઈને નોકરીના દસ્તાવેજો આપવાની વાત કરી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે કે ગૌતમ ભલાભાઈ સોલંકી નામના શખ્સે ONGC કંપનીમાં નોકરી અપાવાની લાલચ આપીને લોકો પાસેથી 40_40 હજાર રૂપિયા છેતરપિંડી કરી હતી. આ ભેજાબાજે 45 લોકો સાથે ઠગાઇ કરી હોવા સામે આવ્યું છે. 

ફરિયાદ મુજબ, ગૌતમ સોલંકી લોકોથી ખોટા વાયદા કરીને ONGCના નકલી ઓફર લેટર, પગાર સ્લીપ, આઈકાર્ડ અને ગેટ પાસ બનાવી આપી નોકરીના ખોટા વાયદા કરી રહ્યો હતો. પ્રતિ વ્યક્તિ રૂ. 40,000 લઈને નોકરીના દસ્તાવેજો આપવાની વાત કરી, જ્યારે હકીકતમાં તે તમામ દસ્તાવેજો નકલી હતાં.

આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ONGCના સુરક્ષા વિભાગ અધિકારીની ટીમ સાથે માહિતી મળતાં તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે કેટલાક વ્યક્તિઓ ઝુંડાલ સર્કલ પાસે હાજરી આપવા ભેગા થતા હતા અને તેઓ પોતાને ONGCના કર્મચારી તરીકે ઓળખાવતાં હતાં. જ્યારે તેમની પાસે રહેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી ત્યારે તમામ કાગળો બનાવટી હોવાનું બહાર આવ્યું. આ તમામ દસ્તાવેજો એક ઇમેઇલ તથા ONGCIAN નામના ગ્રુપ મારફતે વહેંચાયેલા હતાં.

આ બનાવ અંગે FIR નોંધાઈ છે અને મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સહિત તેને મદદ કરનાર અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફરિયાદી સહદેવસિંહ ઝાલાએ માંગ કરી છે કે આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી છેતરપિંડી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે.

(11:04 PM IST)