<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

અમદાવાદના ચાંદખેડામાં નિવૃત્ત ફોજી સાથે જમીનનો ખોટો નોટરી પાવર બતાવી લાખોની છેતરપિંડી: 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ

રૂ. 15 લાખ RTGS મારફતે અને બાકી રૂ. 36 લાખ રોકડમાં ટુકડે ટુકડે કરી ચુકવ્યા:આરોપીઓએ જમીન માલિક તરીકે કૈલાશબેન કનૈયાલાલ સોનીનું નામ આપીને તેમના મિત્ર માલદેવ ભરવાડના નામે ખોટો નોટરી પાવર બતાવ્યો

અમદાવાદના ચાંદખેડામાં એક નિવૃત્ત ફોજી સાથે મોટા પાયે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. હેમરાજભાઈ મૈયજીભાઈ રબારી નામના ફોજી, જે હાલ મોટેરા ખાતે પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે અને “કિંગ કો” નામની સિક્યુરીટી એજન્સી ચલાવે છે, તેમણે ચાંદખેડા ટી.પી. નં. 44 વિસ્તારમાં જમીનના સોદા માટે ત્રણ શખ્સો સાથે લેણદેણ કર્યું હતું.  આ ત્રણે આરોપી – મિનેશ કેશવલાલ પટેલ, અશોક મિશ્રીલાલ ઓઝા અને માલદેવ રામુભાઈ ભરવાડે જમીનનો ખોટો નોટરી પાવર બતાવી હેમરાજભાઈ પાસેથી કુલ રૂ. 51,00,000 જેટલી રકમ પડાવી લીધી. 

હેમરાજભાઈએ આ રકમમાં પૈકી રૂ. 15 લાખ RTGS મારફતે અને બાકી રૂ. 36 લાખ રોકડમાં ટુકડે ટુકડે કરી ચુકવ્યા હતા. આરોપીઓએ જમીન માલિક તરીકે કૈલાશબેન કનૈયાલાલ સોનીનું નામ આપીને તેમના મિત્ર માલદેવ ભરવાડના નામે ખોટો નોટરી પાવર બતાવ્યો હતો. પરંતુ બાદમાં પત્રકાર પત્રિકા 'દિવ્યભાસ્કર' માં આવી જમીન માટે કાયદેસર પાવર ઓફ અટર્ની આપવામાં આવી નથી એવી જાહેર ચેતવણી પ્રકાશિત થતાં ભોગ બનનારને છેતરપિંડીના ભાન થયું.

આ પ્રસંગે મિનેશ પટેલ અને અશોક ઓઝાએ ભોગ બનનારને નફો આપવાની કે જમીનનો દસ્તાવેજ આપી દેવાની લાલચ આપી થપકાવ્યા પણ પછીમાં તેઓએ આપેલા ચેક પણ બાઉન્સ થયા. મિનેશ પટેલે ખેરાલુ કોર્ટમાં માત્ર રૂ. 5 લાખ રોકડ પરત આપ્યા છે જ્યારે બાકી રૂ. 46 લાખ હજુ સુધી ચૂકવ્યા નથી. ફરિયાદી હેમરાજએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો નોંધાવતાં તેઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.

(11:05 PM IST)