<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

અમદાવાદમાં ફરી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું : 11 જુગારીઓની ધરપકડ : લકઝરીયસ ગાડીઓ સહીત એક કરોડથી વધુનો મુદામાલ જપ્ત

સિંધુભવન રોડ પરના અશ્વવિલા બંગલોમાં જુગાર ધામ પર પોલીસે દરોડા પાડ્યા: જુગાર રમાડનાર સેફુ ઉર્ફે સ્નેહ શાહ વિરુદ્ધ ક્રિકેટ સટ્ટા કેસ થઈ ચુક્યા છે.

અમદાવાદ : અમદાવાદમાં ફરી વખત હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના અશ્વવિલા બંગલોમાં જુગાર ધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. બંગલાનો માલિક સેફુ દ્વારા જુગાર રમાડવામાં આવતો હતો.

  પોલીસે જુગાર ધામ પરથી 1 કરોડની લક્ઝુરીયસ ગાડી અને 1.04 કરોડની રોકડ સહિતનો મુદ્દામાલ કબજો કર્યો છે. જુગાર રમાડનાર સેફુ ઉર્ફે સ્નેહ શાહ વિરુદ્ધ ક્રિકેટ સટ્ટા કેસ થઈ ચુક્યા છે. હાલમાં પોલીસ દ્વારા 11 જુગારીઓની ધરપકડ કરી અને તમામ મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

  ઝડપાયેલા જુગારીઓ 
1. શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ - રહે. અશ્વવિલા બંગલો સિંધુભવન, વ્યવસાય - ઓટોમોબાઇલ ગાડી લે વેચ
2. નવીન સુરેશ રાઠી - રહે. ઉત્તમ બંગલો વસ્ત્રાપુર, વ્યવસાય - A.U ફાઈનાન્સ મેનેજર
3. ભીમરાજ ભટ્ટ - રહે ભાવન પીજી સાઉથ બોપલ , વ્યવસાય - રસોઈયો
4. અમિત સુર રહે - માલાબા કાઉન્ટ્રી ચાંદખેડા, વ્યવસાય - આઇટી કંપની પ્રોજેક્ટ કામ કરે
5. હિરેન મિસ્ત્રી - રહે શિવનગર સોસાયટી, ચાણક્યપુરી, વ્યવસાય -બ્રોકર
6. અશોક પંચારિયા - રહે વૃંદાવન બંગલો થલતેજ, વ્યવસાય -જમીને લે વેચ
7. રવિ ભાયલાણી - ફ્લોરેન્સ સ્કાય સિટી શેલા, વ્યવસાય - ખાંડનો વેપારી
8. ચિન્મય રાવલ - રહે ઓર્ચિડ હાર્મની એપલવુડ શેલા, વ્યવસાય -સીસીટીવી ઓપરેટરિંગ સિસ્ટમ 
9. શ્રેણિક શાહ - રહે સેરીનિટલ લેવિસ કેપિટલ સાયન્સ સીટી રોડ, વ્યવસાય - રીયલ એસ્ટેટ બ્રોકર
10. મોહિત દેસાઈ - રહે તીર્થભૂમિ ફ્લેટ એલિસ બ્રિજ, વ્યવસાય -બિલ્ડર
11. અભિષેક ગાંધી  -રહે સારાંશ ગ્રીન ફ્લેટ ધરણીધર દેરાસર, વ્યવસાય- ફાઇનાન્સ 

(11:38 PM IST)