તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 24th April 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 17 યાર્ડના શું રહ્યા ભાવ
ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 216.49 ટન લીંબુની આવક થઇ: કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 216.49 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો.
આ સિવાય મોરબીમાં 3 હજાર રૂ., અમદાવાદમાં 2800 રૂ., દામનગરમાં 2300 રૂ., મહેસાણામાં 2200 રૂ., આણંદમાં 2 હજાર રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 60 રૂ.થી 170 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 216.49 ટન લીંબુની આવક થઇ છે.


(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
