તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 25th April 2025
અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારનો નોંધાયો ગુનો: આવક કરતા મિલકત વધુ
પોલીસકર્મીએ વિવિધ સ્થળોએ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું

અમદાવાદ : અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો છે. પોલીસકર્મી વિરુદ્ધ જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ વિજય માલી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. આવક કરતા 31 લાખનો વધુ ખર્ચ મળી આવતાં ગુનો નોંધાયો છે.
હેડ કોન્સ્ટેબલની આવક કરતા 26 ટકા વધુ સંપતિ મળી આવી છે. પોલીસકર્મીએ 1.2 કરોડની આવક સામે 1.34 કરોડનો ખર્ચ કર્યો છે. પોલીસકર્મીએ વિવિધ સ્થળોએ પ્રોપર્ટી ખરીદી હોવાનું સામે આવ્યું છે. આરોપી વિજય માલી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યો છે. પોલીસે વિજય માલીના ઘર અને નોકરીના સ્થળે તપાસ કરી હતી
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
