<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

અમદાવાદના ગોમતીપુરમાં કેન્ડલ માર્ચ યોજાઈ : .મરિયમ બીબી ચાર રસ્તા ખાતે કેન્ડલ માર્ચનું સમાપન

મોટી સંખ્યામાં નાગરિકો કેન્ડલ માર્ચમાં જોડાયા : બે મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

અમદાવાદ : પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગોમતીપુરમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે. જેમાં વિસ્તારના નામી અનામી સૌ નાગરિકો આ કેન્ડલ માર્ચમાં  જોડાયા અને તમામ મૃતકોના પરિવારજનોને સાંત્વના દર્શાવી છે. મરિયમ બીબી ચાર રસ્તા ખાતે કેન્ડલ માર્ચનું સમાપન કરવામાં આવ્યું અને ત્યાં બે મિનિટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે

(12:25 AM IST)