News of Friday, 25th April 2025
અમદાવાદથી દિલ્લી- હરિદ્વાર જવા માટે સ્પેશિયલ 3 ટ્રેન દોડાવાશે: વટવા- હુબલી ટ્રેનને વધારાના સ્ટોપેજ અપાયા
ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ દિલ્લી, હરિદ્વાર તરફ જતી આવતી વિશેષ ૩ જોડી ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો

અમદાવાદ : ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ દિલ્લી, હરિદ્વાર તરફ જતી આવતી વિશેષ ૩ જોડી ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં મુંબઈ સેન્ટ્રલ- ખાતીપુરા સુપરફાસ્ટ ત્રિ-સાપ્તાહિક ટ્રેનને આગામી 27 મે સુધી દોડાવાશે. તેમજ મુંબઈ સેન્ટ્રલ- દિલ્લી સુપરફાસ્ટ દ્રિ-સાપ્તાહિક ટ્રેનને 28 જૂન સુધી અને સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક ટ્રેન 30 જૂન સુધી દોડાવવામાં આવશે.
આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ મહારાષ્ટ્ર તરફ આવતા- જતાં મુસાફરોને પડતી હાલાકીને ધ્યાનમાં લઈ આગામી 27 એપ્રિલથી વટવા-હુબલી સ્પેશિયલ ટ્રેનને સતારા, કરાડ અને સાંગલી સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપી યાત્રિકોની સુવિધામાં વધારો કર્યો હોવાનું રેલવે તંત્રમાંથી જાણવા મળ્યું છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
