<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

ACBને બદલે હેડ કોન્‍સ્‍ટેબલ વિરુદ્ધ પોલીસ મથકમાં અપ્રમાણસર મિલકત અંગે ગુન્‍હો દાખલઃ રાજ્‍ય પોલીસ તંત્રની ઐતિહાસિક ઘટના

નાણા પડાવવાની ફરિયાદ પછી કેદી પાર્ટીમાં વિજય માળીની બદલીઃ ફરિયાદ ચાલુ રહેતા જિલ્લા બહાર પોલીસ કમિશનરની ભલામણથી બદલી પછી અમદાવાદ સીપીએ આકરું પગલું લેતા ફફડાટ બીએસએફ માફક ACBનો અનુભવ ધરાવતા જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા ACBમાં ફરજ બજાવી ચૂકેલા અનુભવી મદદનિશ પોલીસ કમિશનર એચ.એમ. કણસાગરાને સુપ્રત તપાસમાં આવક કરતા અનેક ગણી મિલકત મળ્‍યાનુ પ્રાથમિક તપાસમાં ખુલતા ધડાકા જેવો નિર્ણય

રાજકોટ તા. રપ :.. પ્રજાને પાડનાર પોલીસ તંત્રના કેટલાક સામે પ્રજાજનો દ્વારા સ્‍વચ્‍છ છબી સાથે ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે રાજ્‍ય પોલીસ તંત્રમાં જાણીતી સિનિયર ips એવા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા ગુજરાતના ઈતિહાસમાં કદી ન થયેલ હોય તેવી કાર્યવાહી કરી પોલીસ સ્‍ટાફના વિજય માળી સામે ACB ને બદલે પોલીસ મથકમાં જ અપ્રમાણસર મિલકતનો ગુન્‍હો દાખલ કરાવી ખ્‍ઘ્‍ગ્‍ તપાસની કાર્યપદ્ધતિથી વાકેફ પોલીસ અધિકારીને તપાસ સુપ્રત કરતા રાજ્‍ય પોલીસ તંત્રમાં ફફડાટ મચી ગયો છે.

ગુજરાતના અન્‍ય શહેરો માફક અમદાવાદમાં પણ સ્‍પાના ધંધા પોલીસ તંત્રનાં ચોક્કસ લોકો માટે આવકના મોટા સાધન બની રહ્યાની વ્‍યાપક ફરિયાદ અંતર્ગત અમદાવાદ શહેર પોલિસના જવાબદાર પોલીસ અધિકારીઓને આ બાબતે કડક કાર્યવાહીના સીપી દ્વારા આદેશ આપવામાં આવેલ.

 પોલીસ તપાસમાં વિજય માળી ખૂબ મોટી રકમના તોડ કરી રહેવા સાથે સ્‍પા સંચાલકોને મારકૂટ કરી મોટી રકમ પડાવતા હોવાના આરોપ લાગેલ.  પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ વિજય માળીને પોલીસ કમિશનર દ્વારા કેદી પાર્ટીમાં બદલી કરી હતી. પણ કેદી પાર્ટીમાં હોવા છતાં હેડ કોન્‍સ્‍ટેબલ વિજય માળી દ્વારા સ્‍પા સંચાલકોને ડરાવી ધમકાવી મોટો રકમના તોડ ચાલુ હોવાની ફરિયાદો પોલીસ કમિશનર સુધી પહોંચી હતી.

વિજય દ્વારા એર ટિકિટ સહિત મોટી રકમની માંગણી પણ થતી હોવાનું બહાર આવતા ડીસીપી સાયબર ક્રાઇમને આ મામલાની તપાસ સુપ્રત કરેલ. પ્રાથમિક તપાસમાં આરોપોમાં તથ્‍ય હોવાનું પૂરવાર થતા પોલીસ કમિશનર દ્વારા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય ને પત્ર લખી વિજય માળીને જિલ્લા બહાર બદલી કરવા ભલામણ કરેલ.આની સાથે પોલીસ કમિશનર માફક acb નો અનુભવ ધરાવતા બી ડિવિઝન એસપી એચ.એમ. કણસાગરાને આદેશ કરતા રાણીપ પોલીસ મથક ખાતે ગુન્‍હો દાખલ થયેલ છે.

અ પ્રમાણસરની મિલકત તપાસમાં આવક કરતા અનેક ગણી વધારે રકમ મળી હોવાનું તપાસનીશ સૂત્રો જણાવે છે. આરોપીની અટક કરી acp દિગ્‍વિજયસિંહ રાણા દ્વારા સ્‍ટેટમેન્‍ટ લેવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી હેડ  કોન્‍સ્‍ટેબલ વિજય માળીને દ્વારકામાં બદલી થયેલ છે.

(11:39 AM IST)