News of Friday, 25th April 2025
સુરતની કોર્ટે અનુરાગ કશ્યપને નોટિસ ફટકારી
૭ મેએ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યોઃસુરતમાં અનુરાગ કશ્યપના કોમેન્ટ પર બ્રાહ્મણોમાં આક્રોશ

સુરત: છેલ્લા એક અઠવાડિયાથી બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યા બાદથી તેમને ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નિર્દેશક અનુરાગ કશ્યપના વિરુદ્ધ વિરોધના સૂર હવે ગુજરાતના સુરતમાં પણ ગુંજ્યા છે.
બ્રાહ્મણો પર કરેલી વાંધાજનક ટિપ્પણીને કારણે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ વિવાદોમાં ઘેરાયેલા છે. તેમની વિરુદ્ધ ઇન્દોર, મુંબઈ, દિલ્હી અને જયપુર સહિત ઘણા શહેરોમાં ફરિયાદો નોંધાઈ છે. ત્યારે હવે સુરત કોર્ટે પણ અનુરાગ કશ્યપને નોટિસ ફટકારી છે અને ૭ મેએ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ સુરતમાં ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપનો બ્રહ્મસમાજ દ્વારા વિરોધ કરાયો છે. સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે કે, અનુરાગ કશ્યપ સમાજ વચ્ચે આવી માફી માંગે. સાથોસાથ માફી ન માંગે તો આગામી સમયમાં જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
અનુરાગ કશ્યપને સુરત કોર્ટે નોટિસ ફટકારી બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કેસમાં ૦૭ મેના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ ફટકાર્યો છે. એડવોકેટ કમલેશ રાવલની ફરિયાદ પર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. કમલેશ રાવલે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા, વેરિફિકેશન પૂર્ણ થયા બાદ હવે અનુરાગ કશ્યપને ઈ-મેઈલ અને રજી. પોસ્ટ દ્વારા નોટિસ મોકલવામાં આવશે. કોર્ટમાં સાક્ષી તપાસની ના બાદ નોટિસ મંજૂર કરવામાં આવી છે.
વિવાદ આગની માફક પ્રસરતા હવે ડિરેક્ટર-એક્ટરે થૂંકેલું ચાટ્યું છે અને સમગ્ર સમાજની માફી માંગી છે.
અનુરાગ કશ્યપે મંગળવારે (૨૨ મે)ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ગુસ્સામાં હું મારી મર્યાદા ભૂલી ગયો.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
