News of Friday, 25th April 2025
આણંદમાં ધોરણ 9માં ભણતી કિશોરીએ શરીરે પેટ્રોલ છાંટીને આપઘાત કર્યો
પરિવારના સભ્યો સાથે બોલાચાલી બાદ ઘરની બહાર નીકળી ગઈ :પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ લઈને અક્ષરફાર્મ પાછળના રોડ પર જઈ અગ્નિસ્નાન કરી લીધું

આણંદમાં ધોરણ 9માં ભણતી કિશોરીએ શરીરે પેટ્રોલ છાંટીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘરે બોલાચાલી થયા બાદ કિશોરીએ બહાર જઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના બની છે. આણંદ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળેથી પોલીસને એક મોપેડ પણ મળી આવ્યું છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદના મોગરી ગામમાં રહેતી એક કિશોરી ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. આ કિશોરીને ઘરમાં પરિવારના સદસ્યો સાથે કોઈ બાબતે બોલાચાલી થતાં તેને લાગી આવ્યું હતું. ત્યાર બાદ તે ઘરની બહાર નીકળી ગઈ હતી અને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ લઈને અક્ષરફાર્મ પાછળના રોડ પર જઈ અગ્નિસ્નાન કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
મોગરી ગામમાં રહેતી આ કિશોરી ઘરેથી મોપેડ લઈને નીકળી ગઈ હતી. ત્યાર બાદ તેણે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદ્યું હતું. અક્ષરફાર્મ પાછળના રોડ પર જઈ આ પેટ્રોલ પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને કિશોરીના બળેલી હાલતમાં મળેલા મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસને ઘટના સ્થળેથી એક મોપેડ મળી આવ્યું છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
