News of Saturday, 26th April 2025
અમદાવાદમાં ઈસ્કોન ગાંઠિયા સહિત ૧૨ દુકાનો સીલ
શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને લઈને કડક કાર્યવાહી

અમદાવાદ,તા.૨૬: શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને લઈને આજે ૨૫ એપ્રિલના રોજ શુક્રવારે રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસજી હાઇવે પર ગેરકાયદેસર ર્પાકિંગને લઈને તંત્રએ લાલ આંખ કરી છે. દક્ષિણ પヘમિ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આજે ૨૫/૦૪/૨૦૨૫ કર્ણાવતી ક્લબની સામે આવેલી ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી તોક્સ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ, ગજાનંદ પૌંઆ હાઉસ સહિત ૧૨ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી દુકાનો દ્વારા તેમના ગ્રાહકો માટે ર્પાકિંગની યોગ્ય વ્યવસ્થા નહીં કરવાના કારણે કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર એસ્ટેટ વિભાગ દ્વારા આ દુકાનોને તેમના ગ્રાહકો માટે ર્પાકિંગની વ્યવસ્થા કરવા માટે લેખિત તેમજ મૌખિક સૂચનાઓ વારંવાર આપવામાં આવી હતી. દુકાનદારોએ ર્પાકિંગની વ્યવસ્થા કરવા માટે બાંહેધરી પણ આપી હતી, પરંતુ તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. જેના પરિણામે એસજી હાઇવે પર વાહનોના પરિવહનમાં ભારે મુશ્કેલી સર્જાતી હતી. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને અને વાહનોની અવરજવર સરળ બનાવવા માટે આખરે એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી કરતા ૧૨ દુકાનોને સીલ મારી દીધી છે.
એસ જી હાઇવે ઉપર કર્ણાવતી ક્લબની સામે દરરોજ સાંજે ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા થાય છે. સર્વિસ રોડ ઉપર બંને તરફથી વાહનોની ખૂબ જવાર થાય છે અને ૧૦૦ મીટર સુધી વાહનોનો ખડકલો થઈ જતો હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. લોકો રોડ ઉપર જ વાહનો મૂકીને જતા રહેતા હોવાના કારણે એસ્ટેટ વિભાગ દ્વારા આ રીતની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના દરેક વિસ્તારમાં ખાણીપીણીની અનેક દુકાનો આવેલી છે જેમાં લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકીને જતા રહે છે. દુકાનોમાં આવનારા ગ્રાહકો માટે ર્પાકિંગની કોઈ વ્યવસ્થા હોતી નથી અનેક કોમ્પ્લેક્ષોમાં ર્પાકિંગની વ્યવસ્થા કરાઈ નથી, ત્યારે હવે આવી દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે.(૪૦.૧૧)
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
