News of Saturday, 26th April 2025
પહલગામમાં આતંકવાદી હુમલાથી કપડવંજમાં રોષ : મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા આખું શહેર સ્વ્યંભૂ બંધ
દુકાનો વેપાર રોજગાર બંધ કરી સ્થાનિકો દ્વારા પહેલગાંવ ખાતે આતંકી હુમલામાં માર્યા ગયેલ 26 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી: હિન્દુ મુસ્લિમ તમામ વિસ્તારોમાં વ્યાપારીઓએ સ્વંભુ સજ્જડ બંધ પાડ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્ધારા અંધાધુધ ગોળીબાર કરી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહીત 26 લોકોના મોત નિપજ્યા હતા. જેના પગલે સમગ્ર દેશમાં રોષ માહોલ જોવા મળી રહ્યો છે. આતંકી ઘટનાને વખોડવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઘણા શહેરોમાં બંધ પાડવામાં આવી રહ્યા છે. આજે ખેડાના કપડવંજમાં બંધનું એલાન આપી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજે વહેલી સવારથી જ કપડવંજ શહેર સ્વંભુ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. દુકાનો વેપાર રોજગાર બંધ કરી સ્થાનિકો દ્વારા પહેલગાંવ ખાતે આતંકી હુમલામાં માર્યા ગયે 26 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ તમામ વિસ્તારોમાં વ્યાપારીઓએ સ્વંભુ સજ્જડ બંધ પાડ્યું છે. વેપારીઓએ સરકારને આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી હતી.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
