<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

દાહોદ જિલ્લામાં લોંગ ટર્મ વિઝા પર રહેતા ચાર પાકિસ્તાની નાગરિકોએ પણ પરત ફરવું પડશે.

ભારતમાં વસવાટ કરતા તમામ પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાના આદેશ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા અંધાધૂધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત નિપજતા સમગ્ર દેશમાં આતંકવાદીઓ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. ભારત સરકારે પણ એક મહત્વનો નિર્ણય લઇ ભારતમાં વસવાટ કરતા તમામ પાકિસ્તાની નાગરિકોને તાત્કાલિક ભારત છોડવાના આદેશ આપવામાં આવ્યો છે. જેથી દાહોદ જિલ્લામાં લોંગ ટર્મ વિઝા પર રહેતા ચાર પાકિસ્તાની નાગરિકોએ પણ પાકિસ્તાન પરત ફરવું પડશે.

ભારત સરકારના નિર્ણયનો પાલન કરતા રાજ્ય સરકાર દ્ધારા પણ ગુજરાતમાં વસવાટ કરતા પાકિસ્તાનના નાગરિકોની યાદી તૈયાર કરી છે અને તેમની પર એસઓજી અને સ્થાનિક પોલીસ નજર રાખી રહી છે. ત્યારે લોંગ ટર્મ વિઝા પર ભારતમાં આવેલ અને દાહોદ જિલ્લામાં રહેતા ચાર પાકિસ્તાની નાગરિકોએ પણ પાકિસ્તાન પરત ફરવું પડશે અને દાહોદ પોલીસ સરકારના આદેશની રાહ જોઈ રહી છે.

(1:13 PM IST)