તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Saturday, 26th April 2025
અમદાવાદમાં ખોખરા અને દાણીલીમડાના તેલના વેપારીઓ પર દરોડા : નકલી કપાસિયા તેલના 37 ડબ્બા મળી આવ્યા
નકલી કપાસિયા તેલનું વેચાણ કરવા મામલે સુલતાન સૈયદ નામના વેપારી સામે ગુનો નોંધાયો:ક્રાઈમ બ્રાન્ચે બે અલગ અલગ ગુના દાખલ કરી તપાસ હાથ ધરી

અમદાવાદમાં નકલી કપાસિયા તેલના વેચાણનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ખોખરા અને દાણીલીમડાના તેલના વેપારીઓ પર દરોડા પાડ્યા. પોલીસે હાથ ધરેલ દરોડામાં નકલી કપાસિયા તેલના 37 ડબ્બા મળી આવ્યા. દરોડા પાડી પોલીસે નકલી કપાસિયા તેલના ડબ્બા અને અન્ય સામગ્રી જપ્ત કરવા સાથે તેલના વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં બે જગ્યાઓ પરથી નકલી કપાસિયા તેલ બનાવવાનું કૌભાંડ ઝડપ્યો. ખોખરામાં મદ્રાસી મંદિરની બાજુમાં કોહિનુર સ્ટોરમાં નકલી તેલન બનાવવાનું કૌભાંડ આચરતું હોવાનું માહિતી મળી હતી. જેના બાદ કોહીનૂર સ્ટોરમાં દરોડા પાડતા દુકાનમાંથી ₹61,000 ની કિંમતના 26 ડુપ્લીકેટ તેલના ડબ્બા, 15 ખાલી ડબ્બા મળી આવ્યા. પોલીસે સમગ્ર માલસામાન જપ્ત કરી વેપારી ફારૂક સલીમભાઈ ઉર્ફે રાજુભાઈ સૈયદ સામે ગુનો નોંધયો.
આ ઉપરાંત શહેરમાં અન્ય એક વિસ્તારમાં દાણીલીમડામાં મેલડી માતાના મંદિરની બાજુમાં તવક્કલ ટ્રેડર્સ નામની દુકાનમાં પણ પોલીસે દરોડા પાડ્યા. તવક્કલ ટ્રેડર્સ દુકાનમાંથી પોલીસે 25 હજારની કિંમતના 11 ડુપ્લીકેટ તેલના ડબ્બા મળી આવ્યા. નકલી કપાસિયા તેલનું વેચાણ કરવા મામલે સુલતાન સૈયદ નામના વેપારી સામે ગુનો નોંધાયો. ક્રાઈમ બ્રાન્ચે બે અલગ અલગ ગુના દાખલ કરી તપાસ હાથ ધરી.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
