<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં રત્નાકરજી દ્વારા શ્રદ્ધાળુઓ માટે સેવા કાર્યની મુલાકાત

ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું મેડિકલ અને અલ્પાહાર કેમ્પ યાત્રાળુઓ માટે બની રહ્યું આશીર્વાદરૂપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા નર્મદા પદયાત્રામાં સેવા આપતા કાર્યકર્તાઓની મુલાકાત બાદ ભાજપ નર્મદા જિલ્લા દ્વારા આયોજીત મેડિકલ અને અલ્પાહાર સેવા કેમ્પોમાં શ્રદ્ધાળુઓને મળી શુભેચ્છાઓ આપી હતી.

   ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લઈ રહેલા પદયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લા દ્વારા વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાઓ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ, તાજું અલ્પાહાર અને સલામત નાવડી વ્યવસ્થા કરવામાં આવી છે.
    પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી એ આ સેવાના કાર્યની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પદયાત્રાના માર્ગમાં આવેલા સેવાકેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે મેડિકલ કેમ્પ અને નાવડી સેવા સંભાળતા કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધી તેમની કામગીરીની સરાહના કરી હતી.
    રત્નાકરજીએ યાત્રાળુઓને સેવા આપી પદયાત્રાનું શુભારંભ અનુભવી ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી. આ અવસરે તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવ જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય કિરણભાઈ વસાવા જિલ્લા અને તાલુકા સ્તરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


 

(12:55 AM IST)