<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

રાજપીપળાની ઘટના : ભૂતકાળમાં થયેલ ભૂલને કારણે પતિ માનસિક ત્રાસ આપતા મહિલાએ 181 અભયમ ટીમની મદદ લીધી

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાના એક વિસ્તારમાંથી એક મહિલાનો 181 અભયમમાં કોલ આવેલ અને જણાવેલ કે ભૂતકાળમાં મારાથી એક ભૂલ થયેલ કે એક પુરુષ સાથે મારે અનૈતિક સંબંધ હોય જેની જાણ મારા પતિને થતાં અમારા વચ્ચે ઝગડો થયેલ, પરંતુ અત્યારે મારે કોઈ પણ પુરુષ સાથે એવા કોઈ પણ સંબંધ નથી, તેમ છતાં એ જ વાત ને લઈને મારા પતિ મને શારીરિક, માનસિક ત્રાસ આપે છે, વ્યસન કરીને અપશબ્દ બોલે છે, તેથી કાયમના કકળાટ, કંકાસથી કંટાળી આખરે પતિને સમજાવવા માટે 181 નર્મદાની મદદ માંગેલ છે તેમ મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું.
તેથી 181 ટીમે મહિલાના પતિને બહારથી ઘરે બોલાવી સમજાવેલ કાયદાકીય સમજ આપેલ, ઘરમાં પોતાનું નાનું બાળક હોય તેને ધ્યાનમાં રાખી ભૂતકાળમાં થયેલ ભૂલને કારણે કંકાસ કરી વર્તમાન ખરાબ ન કરવા સમજાવેલ,
તેથી મહિલાના પતિ સમજી ગયેલ બીજી વાર હેરાનગતિ ન કરે અપશબ્દ ન બોલે તેમજ માનસિક ત્રાસ ના આપવા માટે ખાતરી આપતા આખરે 181 ટીમ નર્મદા દ્વારા બંને પતિ પત્ની વચ્ચે અસરકારક કાઉન્સેલિંગ દ્વારા સુમેળભર્યા સંબંધ સ્થાપિત કરી સમાધાનની દિશા અપનાવેલ.

(1:08 AM IST)