News of Sunday, 27th April 2025
અંકલેશ્વર નજીક ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરા મુક્ત : ચાલકની ઝડપાયો
માંડવા ટોલનાકા પાસે પોલીસની સફળ કાર્યવાહી : પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ

અંકલેશ્વર: અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર માંડવા ટોલનાકા નજીક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં એક ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરાવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે માંડવા ગામ પાસેના ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રક નંબર GJ 24 V 8648ને અટકાવીને તપાસ કરતાં ટ્રકની અંદરથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 62 બકરા મળી આવ્યા હતા.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રક ચાલક કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી છે, જે પાટણના સિદ્ધપુર વિસ્તારનો રહેવાસી છે. આ બકરા ભરાવનાર અન્ય આરોપી મહેદીઅલીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના પશુઓ પ્રત્યેની ક્રૂરતાને ઉજાગર કરે છે અને પોલીસની સક્રિયતાને દર્શાવે છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
