<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સેબી દ્વારા ગુજરાતની ખ્યાતનામ ચા કાફે ચેઈન "ટી પોસ્ટ" ઉપરાંત ટ્રાવેલસ્ટેક ટેક અને લર્નફ્લુઅન્સ એજ્યુકેશનના આઈપીઓને મંજૂરી: રેઝ પાવર ઇન્ફ્રા, રાજકોટના અર્જુન જ્વેલર્સ અને મધુર આયર્ન એન્ડ સ્ટીલ સહિત ત્રણ અન્ય કંપનીઓએ ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચ્યા: ટી પોસ્ટે વિદેશના કાફે કલ્ચરને ભારતીય અને 'દેશી' સંસ્કૃતિ સાથે જોડીને એક અદભુત સફળ બિઝનેસ મોડલ ઊભું કર્યું : રાજકોટના વતની દર્શન દસાણી દ્વારા સ્થાપિત લોકપ્રિય "ટી પોસ્ટ" ૨.૮૫ કરોડ શેરનો આઈપીઓ લાવીને શેરબજારમાંથી જંગી ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ૬૦ થી વધુ શહેરોમાં ટી પોસ્ટના ૨૫૦ કરતા વધુ આઉટલેટ્સ: દર મહિને ૨૫ લાખથી વધુ ચા ના કપ પીરસતી આ કંપની હવે મૂડીબજારમાંથી ભંડોળ એકત્ર કરવા જઈ રહી છે: ટ્રાવેલપ્લસ અને લક્ષ્ય કોચિંગને આઈપીઓ માટે આખરી મંજૂરી8:46 PM IST

સત્યના માર્ગે ચાલી મેળવેલા જ્ઞાનનો રાષ્ટ્ર હિતમાં ઉપયોગ કરવો જોઈએ : જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવા અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર વિકલ્પ : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયો : ૫૧૦ વિદ્યાર્થીઓને પદવી : ૩૬ તેજસ્વી તારલાઓને ૩૯ સુવર્ણચંદ્રકો એનાયત : પ્રાચીન સમયથી ગુરુ દ્વારા વિદ્યાર્થીને પ્રથમ ઉપદેશ તરીકે સત્ય આધારિત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે,સત્ય અજેય છે અને તે અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય છે,બીજો ઉપદેશ જીવનમાં એવા દિવ્ય ગુણોને અપનાવવાનો છે, જેનાથી દરેકને સુખ અને શાંતિ મળે :રાજ્યપાલ5:06 PM IST

ગુજરાતમાં ગેસ વિતરણમાં ગેરરીતિ કે કાળાબજાર ન થાય તે માટે પોલીસને કડક આદેશ અપાયા : નિવૃત પોલીસ અધિકારીઓના પ્રશ્નોની ચર્ચાઓ કરી, વિવિધ યુનિ ની.મુલાકાત, જેલ મુલાકાત સહિત તમામ બાબતો ડીજીપી દ્વારા અભ્‍યાસ કરાયો : સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને રેન્‍જ વડા પ્રેમવીરસિંહ સહિત અધિકારીઓ પાસેથી સુરત શહેર અને રેન્‍જની પરિસ્‍થિતિ અંગે સમીક્ષા કરી : મુખ્‍ય પોલીસ વડા ડો.કે. એલ.એન. રાવ દ્વારા પોલીસને એલર્ટ મોડમાં મુકી દેવાઈઃ લોકો ચિંતા ન કરેઃ અકિલા સાથે વિશેષ વાતચીત : સુરતનો બહોળો અનુભવ ધરાવતા પોલીસ મહાનિર્દેશકનું ડાયમંડ ઉદ્યોગ, ચેમ્‍બર સહિતની વિવિધ સંસ્‍થાઓ દ્વારા ભવ્‍યાતિ ભવ્‍ય બહુમાનઃડાયમંડ ઉદ્યોગનો અભ્‍યાસ કરી વિશેષ પુસ્‍તક લખનાર ડો ઇન્‍દુ રાવને વિશેષ નિમંત્રણ આપી વિશેષ બહુમાન કરાયું 3:33 PM IST

ગુજરાત બનશે વૈશ્વિક ટેકનોલોજી હબ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ. ૨,૬૩૩ કરોડ કરતાં વધુની જોગવાઈ: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : રાજ્યમાં રૂ. ૧.૨૪ લાખ કરોડના રોકાણ સાથે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સી.જી. સેમિ અને કેયન્સ સેમિકોન જેવી કંપનીઓ કાર્યરત: ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો માટે રૂ. ૧૫૦ કરોડ તેમજ ધોલેરા અને સાણંદ ખાતે EMC 2.0ના વિકાસ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઇ: GCC પોલિસી અંતર્ગત રાજ્યમાં ૨૫૦ નવાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ આકર્ષવા અને ૫૦ હજાર નવી રોજગારી સર્જવાનું લક્ષ્ય: વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર6:51 PM IST

નોકરીનો ખજાનો આવ્‍યોઃ સપનું સાકાર કરવા જલ્‍દી અરજી કરોઃ દોડો...દોડો... : સમગ્ર ભારતમાં વિવિધ જગ્‍યાએ હજ્‍જારો ભરતી : ઇન્‍ડિયન રેલ્‍વે, આઇ.ડી.બી.આઇ. બેન્‍ક, ઇન્‍ડિયન આર્મી તથા ઇન્‍ડિયન નેવીમાં વિવિધ કેડરમાં પુષ્‍કળ જગ્‍યાઓઃ અગિ્નવીર તરીકે જોડાવાની તક * ફીટર, વેલ્‍ડર, ટર્નર, મશીનીસ્‍ટ, ઇલેકટ્રોનિકસ મિકેનિક, વાયરમેન, ઇલેકટ્રીશ્‍યન, પ્‍લમ્‍બર, પેઇન્‍ટર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, કમ્‍પ્‍યુટર ઓપરેટર, પ્રોગ્રામીંગ આસીસ્‍ટન્‍ટ, ડ્રાફટસમેન, સ્‍ટેનોગ્રાફર, ફોર્જર એન્‍ડ હીટ ટ્રીટર, જુનિયર આસી. મેનેજર, આસીસ્‍ટન્‍ટ મેનેજર, જનરલ ડયુટી એમ્‍પ્‍લોઇ, ટેકિનકલ કલાર્ક, સ્‍ટોરકીપર, ટ્રેડમેન, સોલ્‍જર ફાર્મા, નર્સિંગ આસીસ્‍ટન્‍ટ, મિલટ્રી પોલીસ, સિનિયર સેકન્‍ડરી તથા મેટ્રીક રીક્રુટ સહિતની પોસ્‍ટ ઉપર રોજગારી ઉપલબ્‍ધ થશે.2:22 PM IST