<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

અમદાવાદ અને સુરતમાં અકસ્માતની બે ઘટનાઃ દોઢ વર્ષીય બાળકી તથા વૃધ્‍ધાનું મોત

બીઆરટીએસ વૃધ્‍ધાને અડફેટે લેતા મૃત્‍યુઃ સુરતના અકસ્‍માતમાં કાર ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્‍યો

અમદાવાદઃ શહેરમાં અમદાવાદમાં BRTS બસની અડફેટે એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. સાબરમતીમાં અચેર ચાર રસ્તા પાસે આ અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દવા લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસની અડફેટે આવી ગયા હતા. વૃદ્ધની ઓળખ કેશવપ્રસાદ તિવારી તરીકે થઇ છે. પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો અન્ય એક અકસ્માતમાં સુરતમાં દોઢ વર્ષની બાળકીનું મોત થયું . કાર અને ઓટોરીક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.. જ્યારે દોઢ વર્ષની બાળકીનું મોત થયું. લોકોએ કારચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.. કારચાલક રોંગસાઇડમાં આવતો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો..

(3:52 PM IST)