<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

વિરમગામ શહેર ઝાલાવાડી પાટીદાર પ્રગતિ મંડળનું ૪૯મુ વાર્ષિક સ્નેહમિલન યોજાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ રમાડા હોટેલના બેન્કવેટમાં વિરમગામ શહેર ઝાલાવાડી પાટીદાર પ્રગતિ મંડળના ૪૯મા વાર્ષિક સ્નેહમિલન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી તથા સમાજ બંધુઓને સંબોધન કર્યું હતુ

. હાર્દિકભાઈ કહ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી સમાજના બાળકોને આ યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે. સમાજના નિવૃત્ત શિક્ષકોનું તથા પત્રકાર તરીકે  જનતાનો અવાજ બનતા હર્ષ પટેલ અને પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રવિ પટેલનું હાર્દિક પટેલે સન્માન કર્યું હતું. સફળ આયોજન માટે પ્રગતિ મંડળના પ્રમુખ જયેશભાઈ પટેલ તથા તેમજ ટીમને હાર્દિકભાઈએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


 

(7:13 PM IST)