<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગુજરાતમાં કેરીની આવક ઘટી અને ભાવ વધુ :કેસરની સાથે અન્ય રાજ્યની કેરીઓ માર્કેટમાં પહોંચી: વેપારીઓનો દાવો

કેરીના ભાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો :આ વર્ષે કેરીના ભાવમાં 10 થી 20 ટકા સુધીનો ઉછાળો

અમદાવાદ : ગુજરાતમાં આ વર્ષે કેરીની આવક પ્રમાણમાં ઓછી હોવાનું અને ભાવ ગતવર્ષ કરતા વધુ હોવાનું વેપારીઓ કહી રહ્યા છે, દર વર્ષે ઉનાળામાં લોકો કેરીની રાહ જોઈને બેઠા હોય છે.સિઝનમાં આવતી કેરીનો સ્વાદ પણ અલગ જ હોય છે. જોકે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં વધારો જોવા મળ્યો છે.

   કેરીના રસિકો માટે માઠા સમાચાર કહી શકાય કારણ કે કેરીના ભાવમાં આ વર્ષે 10થી 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ વેપારીઓ પણ એવો દાવો કરી રહ્યા છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીની આવક ઘટી ગઈ છે. વધતા જતા કેરીના આ ભાવને કારણે ગરીબ વર્ગ તેમજ મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલ માર્કેટમાં કેરીના ભાવની જો વાત કરીએ તો બોક્સનો ભાવ 800થી 1200ની વચ્ચે ચાલી રહ્યો છે. માર્કેટમાં હાલ કેસર કેરીની સાથે અન્ય રાજ્યની કેરીનું પણ વેચાણ થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીની સિઝન સાથે કેરીના ભાવ વધ્યા છે. જેના કારણે ગ્રાહકોની સાથે વેપારીઓને પણ મોટો ફટકો પડ્યો છે.

  આ વખતે હવે ગત વર્ષ કરતાં કેરીઓની આવક ઓછી જોવા મળી રહી છે. તલાલા કેસર કેરીનો ભાવ એક બોક્સ પર 800થી 1200 રૂપિયા જેટલો છે. જ્યારે બીજી તરફ રત્નાગીરી હાફુસનો ભાવ 300 થી 500 રૂપિયા એક ડઝન જોવા મળી રહ્યો છે. ગરમીઓમાં કેરી સૌનું મનગમતું ફળ છે. જોકે કેરીના વધતા ભાવ મધ્યમ વર્ગ માટે હવે ભારે પડી રહ્યા છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે પણ દર વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને કેસર કેરી સૌની પ્રિય છે જેના ભાવ દસ કિલોએ 800 થી 1200 રૂપિયા છે. બીજી તરફ તોતા કેરીનો ભાવ 60 રૂપિયે કિલો, સુંદરીનો ભાવ 80 રૂપિયા કિલો અને બદામ કેરીનો ભાવ 80 રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે.


 

(9:36 PM IST)