News of Sunday, 27th April 2025
સુરતમાં વધુ 109 શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સોની અટકાયત
સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ, LCB, SOG સહિતના પોલીસકર્મી-અધિકારીની 12 ટીમ દ્વારા સુરત જિલ્લામાં વસવાટ કરતાં કુલ 239 શંકાસ્પદ બાંગ્લાદેશી લોકો ઝડપી લીધા

સુરત :પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને લગભગ એક હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારે રવિવારે સુરતમાં વધુ 109 શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સો ઝડપાતા સુરતમાંથી કુલ 239 લોકોની અટકાયત કરવામાં આવી છે.
રાજ્યમાં 1000થી વધુ બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા છે. જેમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ, LCB, SOG સહિતના પોલીસકર્મી-અધિકારીની 12 ટીમ દ્વારા સુરત જિલ્લામાં વસવાટ કરતાં કુલ 239 શંકાસ્પદ બાંગ્લાદેશી લોકો ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા રાજકોટમાંથી કુલ 800થી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 10 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા હતા. આ લોકો પશ્ચિમ બંગાળની બોર્ડર પરથી ભારતમાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
