News of Sunday, 27th April 2025
નર્મદા જિલ્લાના ૩૦ શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત થતા શિક્ષકગણમાં આનંદ ની લાગણી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના 30 પર્યાવરણ પ્રેમી યોદ્ધાઓને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે અને આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગની દુરોગામી અસરોથી બચાવવા સમાજને સૌથી વધુ ભરોસો હોય તો તે શિક્ષક સમુદાય છે. ગુજરાતના શિક્ષકોએ "હું છું પર્યાવરણ સંરક્ષક" મુહિમ ચલાવી છે, જેમાં પ્લાસ્ટિક મુક્ત શાળા અને પર્યાવરણ સંદર્ભે નાનામાં નાની કામગીરીને પણ બિરદાવવાનો સંકલ્પ આજે વટ વૃક્ષ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતના શિક્ષકો પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કટિબદ્ધ બન્યા છે. ત્યારે આવા શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓને સન્માનવાનો કાર્યક્રમ માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીનગર ખાતે યોજાઈ ગયો જેમાં નર્મદા જિલ્લાના કુલ 30 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવતા જિલ્લા માટે ગૌરવની વાત છે.
એવોર્ડ મેળવનાર શિક્ષકો ની યાદીનું લિસ્ટ:

(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
