<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

દેડિયાપાડા તાલુકાના એક ગામમાંથી સગીર દીકરીનું લગ્નની લાલચે અપહરણ

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામની સગીર દીકરીનું લગ્નની લાલચ આપી અપહરણ કરનાર યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે
    મળતી વિગતો અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલા એક ગામની સગીર બાળકી કે જેની ઉંમર લગભગ ૧૬ વર્ષ હોય તેને ગઈ તા.૧૯/૦૪/૨૦૨૫ થી તા.૨૦/૦૪/૨૦૨૫  દરમ્યાન પોતાના રહેણાંક ઘરેથી રાહુલભાઇ નંદલાલભાઇ વસાવા(રહે.મોટીભમરી, તા.નાંદોદ, જી.નર્મદા) એ અપહરણ કર્યું અને સગીરવયની ભોગબનનાર દિકરી બનાવ બન્યો તે સમયે ઉંમર ૧૬ વર્ષ અને ૦૫ મહીના, ૩૦ દિવસ (રહે.નર્મદા)નાઓને લગ્ન કરવાના ઇરાદે, પટાવી ફોસલાવી, પોતાના પરિવારજનો ના કાયદેસરના વાલીપણાંમાંથી ભગાડી લઈ જઈ ગુનો કરતા એ.ડી.રાઠવા, ઇન્ચાર્જ, પોલીસ ઇન્સ્પેક્ટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ તપાસ કરી રહ્યા છે

(11:06 PM IST)