તા. ૩૧ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૩ શનિવાર
News of Sunday, 27th April 2025
સુરત રેલવે સ્ટેશન પર યુપી-બિહારના મુસાફરોની જામી ભીડ
ઉધના રેલવે સ્ટેશન પર ભારે અવ્યવસ્થા સર્જાતા હાલાકી વેઠી રહેલા મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો

સુરતમાં રોજગારી માટે યુપી-બિહાર સહિતના રાજ્યના લોકોને ઉનાળુ વેકેશનમાં પોતાના વતન જવા માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઉત્તર પ્રદેશ જતી અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનને પકડવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો એકઠા થયા. વેકેશનમાં તાપ્તી, ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી, જેના કારણે અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી
ટ્રેનના અભાવે લોકો પશુઓની જેમ મુસાફરી કરવા મજબૂર બન્યા છે. બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો 12-12 કલાક સુધી લાઈન ઊભા રહે છે. મુસાફરો દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો જવાબ મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે. ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા.
ઉધના રેલવે સ્ટેશન પર ભારે અવ્યવસ્થા સર્જાતા હાલાકી વેઠી રહેલા મુસાફરોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. લોકોનું કહેવું છે કે અહીં કોઈ જાતનું મેનેજમેન્ટ નથી. પોલીસ દંડા મારી રહી છે. બાળકો-વૃદ્ધો સહિતના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
