<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

વડોદરામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે એક્શન : 500થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ

તમામ શંકાસ્પદોના મોબાઈલ હિસ્ટ્રી સહિતની તપાસ શરૂ કરાઇ: પોલીસની 7 ટીમ દ્વારા શહેરમાં તપાસ

વડોદરામાં પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે એક્શન લેવાયા છે અને 500થી વધુ શંકાસ્પદ લોકોની પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ છે. પોલીસે આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી. તમામ શંકાસ્પદોના મોબાઈલ હિસ્ટ્રી સહિતની તપાસ શરૂ કરાઇ છે. આધારકાર્ડ જે જગ્યાનું છે ત્યાં પણ ચકાસણી બાદ કાર્યવાહી કરાશે. પોલીસની 7 ટીમ દ્વારા શહેરમાં તપાસ કરવામાં આવી. જેમાં ક્રાઇમ બ્રાન્ચ, PCB, SOGની ટીમો જોડાઇ હતી.

 



 

(11:30 PM IST)