<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

જસદણ-વિંછીયા પંથકમાં આતંકવાદી હુમલાને વખોડાયો

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા.૨૮: પહલગામ પાસે આતંકવાદીઓએ ૨૬ નિર્દોષ લોકોને ગોળી મારી હત્‍યા કરી અને ૨૦ને ગંભીર રીતે ઘાયલ કરતા આ આતંકવાદી હુમલા સામે આજે સતત છઠ્ઠા દિવસે સૌરાષ્‍ટ્રમાં તીવ્ર આક્રોશ અને મળતકો પ્રતિ ભારોભાર સંવેદના જોવા મળ્‍યા હતા. હિન્‍દુ અને મુસ્‍લિમ સમાજે ઠેરઠેર મળતકોને શ્રધ્‍ધાંજલિ આપીને આતંકવાદીઓને જડમૂળથી ઉખેડવા અને હવે કડકમાં કડક પગલા લેવા સરકાર પાસે માંગણી કરી હતી ભાજપ,કોંગ્રેસ,હિન્‍દુ,મુસ્‍લિમ તેમજ તમામ વર્ગ,જાતિ,સમાજના લોકોએ એક સૂરમાં રસ્‍તા પર ઉતરી પડીને આ આતંકવાદી હુમલાને વખોડી કાઢયો છે ત્‍યારે જસદણ મત વિસ્‍તારના ધારાસભ્‍ય અને રાજ્‍યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ એ જણાવ્‍યું હતું કે આતંકવાદીઓનો પ્રયાસ દેશમાં અંધાધુંધી ફેલાવવાનો હતો આ આંતકવાદીનો પ્રયાસ સફળ ન થવા બદલ જસદણ અને વીંછિયા પંથકના તમામ નાગરિકોનો આભાર અંતમાં માન્‍યો હતો.(૨૩.૨)

(10:15 AM IST)