News of Monday, 28th April 2025
ઘુસણખોરીની આશંકા આધારે વડોદરામાં ૩૦૦ ડિટેનઃ ઓળખ મેળવવા ૧૦ ટીમોની રચના
સીબીઆઈ અનુભવ આધારે ફૂલપ્રુફ પ્લાનિંગ સાથે પોલીસ કમિશનર નરસિંહમાં કોમારનુ અદભુત આયોજનઃ એડી.સીપી લીના પાટીલ ટીમ દ્વારા ૫૦૦થી વધુ લોકો ચેક કરાયા

રાજકોટ તા. ર૮ :.. કાશ્મીર ખીણમાં પહેલગાઉ નજીક બનેલી બર્બરતાપૂર્વકની આતંકવાદી ઘટનાઓ સંદર્ભે સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા સતત ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન પૂરજોશમાં ચાલુ રાખી આવા લોકોની ઓળખ મેળવવા ૧૦ ટીમો હજુ પણ યથાવત કોમ્બિગ ઓપરેશન યથાવત્ રાખ્યુ છે.
વિશાળ કોમ્બિંગ દરમિયાન ૩૦૦ જેટલા લોકોને ડીટેન કરી તે પૈકી ૨૦૦ પુરુષને વેરિફિકેશ માટે પોલીસ મથકે ખસેડવામાં આવેલ.
અત્રે એ યાદ રહે કે વડોદરાના પૂર્વ વિસ્તાર એકતા નગરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ વસે છે. એ બાબત ધ્યાને રાખી જોઇન્ટ પોલીસ કમિશનર અને ડીસીપીના માર્ગદર્શનમાં વિવિધ ટીમો કાર્યરત કરેલ છે.
દરમિયાન વડોદરા પોલીસ દ્વારા અલગ અલગ ટ્રેનોમાં પણ ચેકીંગ હાથ ધરેલ. એડી.સીપી લીના પાટીલના નેતળત્વ હેઠળ ધમધમાટ ચાલે છે. રેલવે પોલીસ lcb, sog કાર્યરત છે. (પ-૯)
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
