News of Monday, 28th April 2025
કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ પદે ડો. પ્રફુલચંદ્ર ટાંકની વરણી
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત કામધેનુ યુનિવર્સિટી એકટ ર૦૦૯ મુજબ વાઇસ ચાન્સેલર તરીકે કાર્યરત રહેશે - ડો. પ્રફુલચંદ્ર ટાંક હાલમાં વેટરનરી સાયન્સ એન્ડ એ. એચ. કોલેજ, જુનાગઢ ખાતે યશસ્વી ફરજ બજાવી રહ્યા છે

રાજકોટ તા. ર૮ : ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઅોમાં ખાલી રહેલી રેગ્યુલર વાઇસ ચાન્સેલરની જગ્યાઅો ભરવા માટે હાલમાં રાજય સરકાર સતત સક્રિય છે. કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિપદે ડો. પ્રફુલચંદ્ર ઍચ. ટાંકની વરણી કરવામાં આવી છે.
ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ડેપ્યુટી સેક્રેટરી શ્રી રાજેશ જાષીની સહીથી થયેલા અોર્ડરમાં જણાવાયું છે કે ગુજરાત કામધેનુ યુનિવર્સિટી ઍકટ ર૦૦૯ મુજબ નવા નિમાયેલા કુલપતિનઍ પોતાની ફરજ બજાવવાની રહેશે.
કામધેનુ યુનિવર્સિટીના નવ-નિયુકત ડો. પ્રફુલચંદ્ર ઍચ. ટાંક હાલમાં કોલેજ અોફ વેટરનરી સાયન્સ ઍન્ડ ઍ. ઍચ. કામધેનુ યુનિવર્સિટી, જુનાગઢના પ્રિન્સીપાલ અને ડીન તરીકે યશસ્વી ફરજ બજાવી રહ્ના છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
