News of Monday, 28th April 2025
અમદાવાદ મેટ્રોનું નેટવર્ક 62 કિ મી સાથે દેશભરમાં ચોથા ક્રમે:હવે ગોધાવીથી એરપોર્ટ સુધી ટ્રેન દોડાવાશે
કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી તેમજ ગિફ્ટ સુધીની અંદર મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન માટે સરકારે દાવેદારી કરી છે. તેની સાથે જ શહેરમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઓલિમ્પિક માટે જ્યાં પણ સ્પોર્ટ્સ સંકુલ બનશે તેને મેટ્રો ટ્રેન સાથે જોડવામાં આવશે. જેથી લોકોને ઝડપી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે.
રવિવારથી સચિવાલય સુધી મેટ્રો દોડી હતી. વર્ષ 2025ના અંત સુધીમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. હવે ગોધાવી અને અમદાવાદ એરપોર્ટ સુધી મેટ્રો દોડાવવા માટે આયોજન શરૂ થયું છે. સચિવાલયના રૂટ સાથે અમદાવાદ મેટ્રોનું નેટવર્ક 62 કિ મી સાથે દેશભરમાં ચોથા ક્રમે છે. 350 કિ મી ના નેટવર્ક સાથે દિલ્હી પ્રથમ ક્રમે છે.
થોડા સમયમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી તેમજ ગિફ્ટ સુધીની અંદર મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. બંને રૂટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને તૈયાર કરેલા પ્લાનને રાજ્ય સ૨કારે મંજૂરી આપી છે. આ બંને પ્રોજેક્ટનો DPR કેન્દ્રમાં મોકલાયો છે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના 4 કિમીના રૂટ પર 1800 કરોડનો ખર્ચ થશે.
દેશના મુખ્ય શહેરોમાં મેટ્રોનું નેટવર્ક
શહેરકિલોમીટરદિલ્હી350બેંગલુરુ74હૈદરાબાદ69અમદાવાદ62કોલકતા57ચેન્નઈ54મુંબઈ46જયપુર12લખનઉ22કોચી28નાગપુર40પૂણે33
કોટેશ્વરથી તાજ સર્કલ સુધી મેટ્રો એલિવેટેડ ટ્રેક પર દોડશે અને ત્યાર પછી એરપોર્ટ ટર્મિનલ સુધી અંડરગ્રાઉન્ડ બનશે. એ જ રીતે એરપોર્ટ મેટ્રો સ્ટેશન પણ અંડરગ્રાઉન્ડ હશે. લિફ્ટ તેમજ એસ્કેલેટર દ્વારા પેસેન્જર ટર્મિનલમાં પ્રવેશ મેળવી શકશે. હાલમાં ગિફ્ટ સિટી સુધી મેટ્રો શરૂ કરી દેવામાં આવી છે. ગિફ્ટ સિટીની અંદર પણ 10 કિલોમીટરના રૂટ પર 2,000 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે.
કોટેશ્વરથી એરપોર્ટ સુધીના 4 કિમીનો રૂટ ,મેટ્રો ફેઝ-2 ની કામગીરી આ વર્ષના અંત સુધીમાં પૂરી થશે.કોટેશ્વરથી એરપોર્ટ સુધીના 4 કિ મી ના રૂટ પર 1800 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે.કોટેશ્વરથી તાજ સર્કલ સુધી મેટ્રો એલિવેટેડ ટ્રેક પર દોડશે એ પછી એરપોર્ટ ટર્મિનલ સુધી મેટ્રો અંડર ગ્રાઉન્ડ બનવામાં આવશે.આ રૂટ શરૂ થતાં પેસેન્જરો ટ્રાફિકમાં ફસાયા વગર ઝડપથી એરપોર્ટ પહોંચી શકશે. ગિફ્ટ સિટીની અંદર 10 કિમીના રૂટ માટે 2,000 કરોડના ખર્ચે વર્ષના અંત સુધીમાં કામ શરૂ થશે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
