<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

નવસારીમાં ચીખલી પંથકમાં શિક્ષક-શિક્ષિકાના મૃતદેહો મળ્યા : હત્યા કે આત્મહત્યા : સમગ્ર વિસ્તારમાં ખળભળાટ

ચીખલીના રાનકુવા ગામે શિક્ષિકા મિત્ર લતા પટેલના ઘરે લતા પટેલ અને છોટુ પટેલ મૃત હાલતમાં મળ્યા: છોટુ પટેલે તેની મિત્ર લતા પટેલની હત્યા કરી અને ત્યાર બાદે પોતે ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી તેવી ચર્ચાએ જોર પકડ્યું

નવસારીના ચીખલી તાલુકાની વાંદરવેલા પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા બે શિક્ષકોએ ચીખલીના રાનકુવા ગામે 45 વર્ષીય શિક્ષિકા મિત્ર લતા પટેલના ઘરે લતા પટેલ અને છોટુ પટેલ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ બનતાની સાથે જ પાડોશીઓએ ચીખલી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે આવીને બંને શિક્ષકોનો મૃતદેહ કબ્જે લીધો હતો અને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

વાંદરવેલા પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા બંને શિક્ષકોના મૃતદેહ મળતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો. મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો તેને જોતા વિસ્તારના લોકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે છોટુ પટેલે તેની મિત્ર લતા પટેલની હત્યા કરી છે અને ત્યાર બાદે તેણે પોતે પણ ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી લીધી છે.

શિક્ષકોની આત્મહત્યા બાદ ચીખલી પોલીસે બંને શિક્ષકોના મૃતદેહને કબજે લઈને મોતનું કારણ જાણવા માટે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શિક્ષખ લતા પટેલનું મોત કેવી રીતે થયું છે. હાલમાં પોલીસે બંને શિક્ષકોના મૃતદેહ મળ્યા બાદ અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

(6:19 PM IST)