<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા :ગોમતીપુરમાં ખુલ્લી તલવાર સાથે હિચકારો હુમલો કર્યો :જુઓ વીડિયો

હાથમાં તલવાર લઈને લોકોને ડરાવવામાં આવ્યા જ્યુસના વેપારીની લારી પર તોડફોડ કરી

અમદાવાદના ગોમતીપુરમાં ફરી અસામાજિક તત્વો જાહેરમાં લોકો સાથે દાદાગીરી કરી છે. હાથમાં તલવાર લઈને લોકોને ડરાવવામાં આવ્યા તેમજ જ્યુસના વેપારીની લારી પર તોડફોડ કરી તલવારથી હિચકારો હુમલો કર્યો હતો

    યુવકે ઉછીના રૂપિયા નહીં આપતા ટપોરીઓએ મારામારી કરી હતી. રૂપિયા નહીં આપનાર યુવકના ભાઈની દુકાન પર તોડફોડ કરી અને ડરનો માહોલ ઉભો કર્યો હતો. જાહેરમાં પોલીસને પડકારતા દ્રશ્યો ફરી કેમેરામાં કેદ થયા છે. ત્યારે પોલીસે બુલડોઝર કાર્યવાહી કરી છતાં ગુંડાઓમાં કેમ ડર નથી ? તે સૌથી મોટો સવાલ છે.

  અમદાવાદમાં અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય કે, અમાદાવાદ રહેવા લાયક રહ્યું નથી?સી

(7:30 PM IST)