<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસમાં 2 અંગદાનથી મળેલા 11 અંગોના દાનથી 10 લોકોને મળશે નવજીવન

સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના પરીવારજનોને સમજાવતા તેઓએ અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 10 લોકોને અંગદાન થી નવજીવન આપવામાં સફળતા મળી છે.સમગ્ર વિગતો એવી છે કે , ઝારખંડ રાજ્યના 30 વર્ષીય અનિલભાઇ મારંડી હાલમાં કડીના છત્રાલ ખાતે ફેક્ટરીમાં હેલ્પર તરીકે કામ છે.ત્યારે ગત 22મી એપ્રિલના રોજ રાત્રે કામકાજ અર્થે બહાર નીકળ્યા હતા. તે સમયે કડી નજીક પાસે રોડ અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે કડી ખાતે આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

25મી એપ્રિલના રોજ ડૉક્ટરોએ અનિલભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇનડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે વિગતવાર સમજાવતા તેમના પરીવારજનો અંગદાન કરવા પ્રેરીત થયા હતા.

અમદાવાદ સિવિલમાં 30 વર્ષીય અનિલભાઇ મરાંડીના અંગદાનથી એક લીવર, બે કીડની અને બે ફેફસા તેમજ એક સ્વાદુપિંડ એમ કુલ છ અંગોનુ દાન મળ્યું હતું.

આ અંગદાનથી આજે દેશના લોકોમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરીને આપણા માટે જાતિ, ધર્મ કે રાજ્ય ની સરહદો કરતા માનવધર્મ સૌથી આગળ છે એ સ્વજનો એ પુરાવાર કરીને બતાવ્યું છે.

અન્ય અંગદાનની વિગતો જોઈએ તો, બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામના વતની ભરમાભાઇ ડીગુંઇચાને 23મી એપ્રિલના રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ભરમાભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ શરીરમાં વધુ ઇજાઓ પહોંચાવાના કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 27મી એપ્રિલના રોજ ડૉક્ટરોએ ભરમાભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના પરીવારજનોને સમજાવતા તેઓએ અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.

(9:00 PM IST)