News of Monday, 28th April 2025
વિદ્યાસહાયક માટે મેરીટ અને જીલ્લા પસંદગીની તારીખ જાહેર
ધોરણ 1-5 માં 17 મે ફાઇનલ મેરીટ આવશે જ્યારે 22 મે જિલ્લા પસંદગી શરૂ થશે. ધોરણ 6-8માં ૩૦ જૂન ફાઇનલ મેરીટ આવશે જિલ્લા પસંદગી 5 જૂન થશે

ગાંધીનગર : શિક્ષકોની ભરતીને લઈને મહત્વની જાહેરાત થઇ છે વિદ્યાસહાયક માટે મેરીટની તારીખ જાહેર કરવામાં આવી છે તેમજ જિલ્લા પસંદગી માટેની તારીખો પણ જાહેર કરાઈ છે, ધોરણ 6-8 માં 30 જૂન ફાઇનલ મેરીટ આવશે જિલ્લા પસંદગી 5 જૂન થશે
ધોરણ 1-5 માં 17 મે ફાઇનલ મેરીટ આવશે જ્યારે 22 મે જિલ્લા પસંદગી શરૂ થશે. ધોરણ 6-8માં ૩૦ જૂન ફાઇનલ મેરીટ આવશે જિલ્લા પસંદગી 5 જૂન થશે. અત્રે જણાવીએ કે, ખાસ દિવ્યાંગ ભરતીમાં 5 મે મેરીટ આવશે અને 10 મેથી જિલ્લા પસંદગી થશે
અગાઉ રાજ્યમાં જૂના શિક્ષકોની 4 હજાર જગ્યા માટે શાળા ફાળવણી કરવામાં આવી હતી. જૂના શિક્ષકોને શાળા ફાળવણી કરવામાં આવી છે. 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવ્યા હતા. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં, શાળા પસંદગીની કામગીરી પણ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, આ બધાની વચ્ચે ફરી એકવાર વિદ્યાસહાયક ભરતીનો મેરીટ લિસ્ટ અને જિલ્લા પસંદગી કરવામાં આવશે
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
