<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th April 2025

અમદાવાદ પોલીસ વિભાગમાંથી 16 PSIની આંતરિક બદલી:જુઓ સંપુર્ણ યાદી

અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 16 PSIની આંતરિક બદલીના CP જી. એસ મલિકે આદેશ કર્યો

અમદાવાદ શહેરમાં 16 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા PSIની જાહેર હિતમાં બદલીઓ કરવામાં આવી છે. 16 PSIની આંતરિક બદલીના  CP જી. એસ મલિકે આદેશ કર્યો છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 16 PSIને બદલી કરી તાત્કાલિક અસરથી બદલી કરાયેલ સ્થલ પર હાજર થઈ રિપોર્ટ કરવા કહ્યું છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ દ્વારા 21મી એપ્રિલના રોજ 3 IAS અધિકારીને વધારાનો હવાલો સોંપાયો છે, ત્યારે IAS અરુણ મહેશ બાબુની બદલી કરવામાં આવી હોવાથી તેમની જગ્યાએ IAS અજય પ્રકાશને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) આગામી આદેશ સુધી મહેસાણાના ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.  અજય પ્રકાશની UGVCLના MD તરીકે નિમણૂક, સુજલ માયાત્રાની GLPCના MD તરીકે નિમણૂક, બી.એમ.પ્રજાપતિની ગુજરાત ગ્રામ વિકાસ કોર્પોરેશનના MD તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

(11:39 PM IST)