News of Tuesday, 29th April 2025
સિસોદરા ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા હોવાની વાતે પ્રાંતકચેરીની ટીમ ત્રાટકી
રેતી માફિયાઓએ ટ્રક આધિકારીઓ પર નાખી કચડી કઢાવની કોશિશ કરી :પ્રાંત અધિકારીને જોતા ટ્રકો લઈ ભાગવા જતા બે ટ્રકો ઝડપી પાડી : એક ડ્રાઇવર ઝડપાતા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો ફોટો siso

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદામાં મોટા પાયે ગેરકાયદેસર રેતી, માટી ગ્રેવલનું ખનન થઇ રહ્યું છે.અને કોન્ટ્રાક્ટરો બેફામ થઇ ગયા હોય આ બાબતે લગામ કસવી જરૂરી બની છે ત્યારે નાંદોદના સિસોદરા ગામે નદીના પટમાં મોટા પાયે રેતી ખનન થતું હોવાની બાતમી મળતા સોમવારના રોજ પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, સિરેસ્તદાર જયેશ પટેલ, અને નાયબ મામલતદાર સૌરભ પરમાર સહીત ની પ્રાંત કચેરી ની ટીમે સિસોદરા જઈને ચેકીંગ કરતા જ્યાં 4 જેટલા જેસીબી, હાઇવા ટ્રક અને 6 થી 7 ટ્રેક્ટરો રેતી ઉલેચી રહ્યાં હતા.
રેતીખનન જગ્યાએ ટીમ પહોંચતા નાસભાગ મચી હતી અને હાઈવા કે અન્ય વાહનો સીઝ ના કરે એ માટે ચાલકો વાહનો લઇ લઈને ભાગ્યા હતા. આ ભાગદોળ માં મોટો હાઇવા ટ્રક પ્રાંત અધિકારીઓ ની ગાડી પર કચડી કાઢવાના ઈરાદા પૂર્વક નાખતા સમગ્ર ટીમનો આબાદ બચાવ થયો હતો, જોકે બે રેતી ભરેલી ટ્રકો ઝડપી પાડી છે. જેમાં એક ડ્રાઇવર ભાગી ગયો અને એક ઝડપાઇ જતા. કોની લીઝ હતી, કોણ ખોદકામ કરતુ હતું. જે અંગે તાપસ કરી સરકારી કામગીરીમાં અડચણ રૂપ બનવા બદલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
બોક્ષ: આ બાબતે સિરેસ્તદાર જયેશ પટેલે જણવ્યું હતું કે અમે સિસોદરા ગામે ચેકીંગ માં ગયા ત્યારે મોટાપાયે રેતીખનન ચાલતું હતું અમે અટકાવવા જતા બધા ભાગવા લાગ્યા અને અમે પીછો કર્યો તો અમને કચડી નાખવાની પણ કોશિશ કરી હતી. 2 હાઇવા ટ્રકો જપ્ત કરી છે એક MPના સીધી જિલ્લાના સિંહવાલ તાલુકાનો બાલગોવિંદ પટેલ ઝડપાયો છે તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આગળ ની તપાસ ચાલુ છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
